મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કાલિકા પ્લોટ શેરી નં. ૪ મધર ટેરેશા ડેલા પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં સીકંદરભાઈ ગનીભાઈ દલ ઉવ.૩૯ રહે. કાલીકા પ્લોટ ભવાની સોડા વાળી શેરી, મધર ટેરેસા ડેલા સામે મોરબી, સલીમભાઈ ઈસ્માઈલભાઈ માજોઠી ઉવ.૫૫ કાલીકા પ્લોટ શેરી નં-૪ મધર ટેરેસાના ડેલા સામે મોરબી તથા સોયબભાઈ સીદીકભાઈ માજોઠી ઉવ.૩૬ શિવ સોસાયટી નર્મદા હોલ પાસે કાલીકા પ્લોટ મોરબી વાળાને રોકડા રૂ.૫,૬૦૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.