Saturday, December 21, 2024
HomeGujaratમોરબી : ડુપ્લીકેટ રેમડીસીવર ઇન્જેક્શન કૌભાંડમાં વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા

મોરબી : ડુપ્લીકેટ રેમડીસીવર ઇન્જેક્શન કૌભાંડમાં વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા

મોરબી એલસીબીએ રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનનું કૌભાંડ પકડી પાડી તપાસ હાથ ધરી હતી જેમાં આ કૌભાંડ આંતર રાજ્ય કૌભાંડ હોવાની માહિતી સામે આવી હતી અને બીજા રાજયમાંથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા રાજ્યના અનેક શહેરો તેમજ એમપી સુધી તપાસ ચલાવીને નકલી ઇન્જેક્શન કૌભાંડમાં અનેક આરોપીને ઝડપી લઈને કોભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ સતત મથામણ કરી રહી હોય જેમાં પોલીસે આરોપી જય પ્રહલાદભાઈ શાહ (ઉ.વ.૨૬, રહે, ભાવસાર શેરી અમદાવાદ) , મહમદસુભાન મહમદસયદ પટણી (રહે.અબ્બાસી ડૂપ્લેક્સ, સાહિલ રેસિ. નજીક, અંબર ટાવર, સરખેજ રોડ, અમદાવાદ) અને અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા (ઉ.વ.૨૬, રહે. આલમબાગ કોલોની મિડટી રોડ દેવાસ એમપી) એમ ત્રણ આરોપીની ધરપકડ કરી છે જે ત્રણેય ઇસમોને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવશે તો અત્યાર સુધીમાં ડુપ્લીકેટ ઇન્જેક્શન કોભાંડમાં પોલીસે ૨૯ ઇસમોને ઝડપી પાડ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!