Friday, June 20, 2025
HomeGujaratમોરબી: શનાળા રોડ ઉપર નોવા સ્પામાં ત્રણ બિયર સાથે એક મહિલા સહિત...

મોરબી: શનાળા રોડ ઉપર નોવા સ્પામાં ત્રણ બિયર સાથે એક મહિલા સહિત ત્રણ પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શનાળા રોડ ધર્મેન્દ્ર પ્લાઝાના ચોથા માળે આવેલ નોવા સ્પા પાર્લરના સ્ટાફ ક્વાર્ટરમાં રેઇડ કરી હતી, જ્યાં હેનિકેન બિયરના ત્રણ ટીન સાથે એક મહિલા સહિત ત્રણ ઈસમો પકડાયા હતા, જેમાં આરોપી પ્રકાશભાઈ મહેશભાઈ પઠાણ ઉવ. ૨૦ ગામ મોટાભેલા તા. માળીયા મીંયાણા જી. મોરબી, જયંતભાઈ ગણેશભાઈ પારોરીયા ઉવ.૪૨ વૈભવનગર સ્કાયમોલ સામે મોરબી-શનાળા રોડ, તથા મહિલા આરોપી અનિનગ પૈહાનુનગ, ઉવ.૨૭ મુ. હાઉસ નં.૧૫૯, વોર્ડ નં. ૫, જાલુકીયા કેડામે કોલોની પેરેન રાજ્ય નાગાલેન્ડ વાળા મળી આવ્યા હતા, આ સિવાય રૂમમાંથી ગંજીપત્તાના ૨૪ પેકેટ તથા ૧૦૦ નંગ કોન્ડોમ સહિત રૂ.૧,૧૪૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!