Friday, January 3, 2025
HomeGujaratમોરબી, હળવદમાંથી 49 બોટલ દારૂ, 143 ટીન બિયર સાથે ત્રણ શખ્સો ઝડપાયા,...

મોરબી, હળવદમાંથી 49 બોટલ દારૂ, 143 ટીન બિયર સાથે ત્રણ શખ્સો ઝડપાયા, બે ફરાર

મોરબી અને હળવદ પંથકમાથી પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ રેઇડ કરી 49 બોટલ દારૂ અને 143 ટીન બિયર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે દારૂ અંગેના ગુન્હામા અન્ય બે ઇસમના નામ ખુલતા પોલીસે બન્ને ને ફરારી જાહેર કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના બસ સ્ટેન્ડ નજીક રહેતા નીતેષ લાલજીભાઈ મકવાણા એ સરા રોડ પર આવેલ વૈજનાથ મંદિર પાસેના તલાળ નજીકથી આવેલ પોતાની જગ્યામાં દારૂનો જથ્થો સંતાડયો હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં રેઇડ દરમિયાન અંગ્રેજી દારૂની મેકડોવેલ્સ નંબર-૦૧ સુપીરીયર વ્હીસ્કીની 19 બોટલ કી.રૂ.૭૧૨૫, કીંગફીસર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના નંગ-૧૪૩ કી.રૂ.૧૪૩૦૦/-, તથા ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૬૪૨૫ નો મુદામાલ ઝડપાયો હતો આ સાથે આરોપી નીતેષભાઈ લાલજીભાઈ મકવાણાને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આ આરોપીની ઊંડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ મહેશ બચુભાઈ કોળી (રહે.રાણેકપર તા.હળવદ જી.મોરબી)નું નામ ખુલતા પોલીસે આ શખ્સને ઝડપી લેવા તપાસ આદરી છે.

વધુમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં વરીયાનગર તરફ જતા રસ્તેથી મેકડોલ નં૧ સુપ્રીયર વ્હીસ્કીની બોટલ નંગ-૨૪ કિ.રૂ.૭૨૦૦/- મુદામાલ સાથે આરોપી વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા (ઉ.વ ૧૯ રહે. સો ઓરડી વિસ્તાર વરીયાનગર મોરબી)ને ઝડપી લીધો હતો.પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એકટ કલમ- ૬૫(એ)(ઇ),૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

દારૂ અંગેના વધુ એક કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબીની સેન્ટમેરી સ્કુલ નજીકથી છ બોટલ મેકડોલ નં. 1ની કિંરૂ.૨૨૫૦ સાથે નીકળેલ આરોપી મેહબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા (ઉ.વ.૨૭ રહે.રણછોડનગર સેન્ડમેરી સ્કુલની બાજુમાં મોરબી)ને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો. જેની પૂછપરછ દરમિયાન આ ગુન્હામા ઇમરાનભાઇ ઇસ્માઇલભઇ સુમરા (રહે.વીશીપરા મોરબી)નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે આ આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!