મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર પ્રમુખ રેસિડેન્સીમાં રોયલ પેલેસ ૫૦૩ માં રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના રોજડા ગામના વતની જીજ્ઞાસાબેન નટવરલાલ નરભેરામ મોઢા ઉવ.૫૨ વાળાના પતિ છેલ્લા ૩૦ વર્ષથી દુબઇ ખાતે નોકરી કરી રહેતા અને જિજ્ઞાસાબેન એકલવાયુ જીવન જીવતા હોય અને તેમનો સ્વભાવ પણ ચીડ ચીડીયો હોય જેથી એકલવાયા જીવનથી કંટાળી જઇ ગઈ તા. ૧૩/૦૭ના રોજ પોતાના રહેણાંકમાં પોતે પોતાની જાતે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા તેઓને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમ્યાન જિજ્ઞાસાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસે મૃતકના ભાઈ પાસેથી જરૂરી વિગતો મેળવી અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે