મોરબી સીરામીક સીટીને બદલે હવે ધીમેધીમે ક્રાઇમ સીટી બનતું જતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હત્યા, ચોરી-લૂંટ જેવા બનાવોમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી બેલા ગામના ગ્રામજનોએ પોતાના ગામની આજુબાજુ અસામાજિક તત્વોનાં ત્રાસથી કંટાળી આજ રોજ કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર પાઠવ્યું છે.
મોરબી બેલા ગામના ગ્રામજનોએ પોતાના ગામની આજુબાજુ અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની ફરિયાદ સાથે આજ રોજ કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવા તત્વો દ્વારા ગામના આડેધડ વિસ્તારમાં દબાણો કરી નોનવેજ અને દેશી દારૂના અડ્ડાઓ ખડકી દેવાયા છે. જે અંગે ગ્રામજનો જો તેમને સમજાવવા જાય તો અસામાજિક તત્વો ગ્રામજનોને દબાવી ધમકી આપતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે તમામ આક્ષેપો અને ફરિયાદોને સાંભળી નીનવેજનાં લારી ગલ્લા અને ગેરકાદેસર દબાણ હટાવવાની આપી ખાતરી છે. તેમજ મોરબી તાલુકાના બેલા ગ્રામજનોએ પોલીસને સાથ સહકાર આપવાની તૈયારી પણ બતાવી છે. ત્યારે ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસે જુદી જુદી ટીમો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.