Saturday, June 7, 2025
HomeGujaratમોરબી ટુ મુંબઈ:મોરબીના વેપારી સાથે ૧.૫૧ કરોડની છેતરપિંડી કરનાર ઠગ ટોળકીના ત્રણ...

મોરબી ટુ મુંબઈ:મોરબીના વેપારી સાથે ૧.૫૧ કરોડની છેતરપિંડી કરનાર ઠગ ટોળકીના ત્રણ સભ્યો ઝડપાયા:મુંબઈ કનેક્શન ખૂલ્યું

મોરબીના વેપારી સાથે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂપિયા 1.51 કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધાયાના 12 દિવસમાં જ બેન્ક એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરી હાલોલના બે અને ગોધરાના એક આરોપીને દબોચી લઈ મુંબઈ સ્થિત કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા અને શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સીના માલિક નૈમિશ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ બે અલગ અલગ વોટ્સએપ મોબાઈલ નંબર ધારક તેમજ અન્ય સાત બેન્ક એકાઉન્ટ ધારક સહિત નવ આરોપીઓ વિરુદ્ધ યુએસડી ક્રીપ્ટો કરન્સીમા રોકાણ કરવાની લોભામણી લાલચે રૂ. ૧,૫૧,૦૨,૫૦૦ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી આજદિન સુધી પરત નહિ આપતા છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બનાવમાં મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ કે.કે.દરબાર અને તેમની ટીમને મહત્વની સફળતા મળી છે. વેપારી પાસેથી છેતરપિંડીથી નાણાં મેળવી લેનાર સાયબર ગઠિયા પૈકી પોલીસે હાલોલના બેન્ક એકાઉન્ટ ધારક રાકેશ સોલંકીને ઝડપી આકરી પૂછપરછ કરતા અન્ય બે આરોપીના નામ કબુલતા પોલીસે આરોપી રાકેશ રાઠવા (રહે.હાલોલ)અને ગોધરાના અરવિંદ પરમાર નામના શખ્સને દબોચી લીધા હતા અને જેની પૂછપરછ દરમિયાન બન્ને શખ્સો સાયબર ગઠિયા માટે એક લાખમાં બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી તેના મુંબઈ સ્થિત ઠગ આકા ને આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલમાં ત્રણેય આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર હોવાથી પોલીસ જુદી-જુદી વિગતો બહાર કઢાવી રહી છે. ત્યારે સાયબર છેતરપિંડીમાં મેળવેલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે સાયબર ગઠિયા ભલાભોળા અભણ કે અજ્ઞાની માણસોને શિકાર બનાવી પૈસા જમા કરાવવા માટે અન્ય લોકોના બેન્ક એકાઉન્ટ ભાડેથી મેળવતા હતા જેમાં મોરબી પોલીસના હાથે ઝડપાયેલા હાલોલના રાકેશ સોલંકીને એક લાખ આપવાની લાલચ આપી બેન્ક એકાઉન્ટ ભાડે લીધું હતું. જો કે આરોપી રાકેશને એક લાખ મળે તે પહેલા જ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. ત્યારે હાલ સાયબર ગઠિયા દ્વારા ગુજરાતમાં સાયબર ફ્રોડ બાદ છેતરપિંડીની રકમ અન્યોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે મોટા પ્રમાણમાં બેન્ક એકાઉન્ટ ભાડે મેળવવાની કામગીરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!