વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ સાથે પેમ્પલેટ વિતરણ.
મોરબી: એન.સી.સી. કેડેટોએ ટ્રાફિક શાખાના સહયોગથી ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. કેડેટોએ વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી અને માહિતી સમેત પેમ્પલેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
તા. ૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ શહેરમાં એન.સી.સી. કેડેટોએ ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.મોરબી ટ્રાફિક શાખાના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ અભિયાન હેઠળ સૌપ્રથમ કેડેટોને ટ્રાફિકના નિયમો અને વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન અપાયું હતું. ત્યારબાદ વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર પહોંચીને કેડેટોએ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. આ અભિયાન દરમિયાન કેડેટોએ રસ્તા પર ઊભા રહીને વાહનચાલકોને ટ્રાફિકના મુખ્ય નિયમો, જેમ કે સીટબેલ્ટ, હેલ્મેટ પહેરવો, સ્પીડ લિમિટનો ભંગ ન કરવો વગેરે વિષે સમજ આપી હતી. આ દરમિયાન ટ્રાફિક શાખા દ્વારા પણ માહિતીથી ભરેલા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.