મોરબી: સોશિયલ મીડિયામાં મયુર પુલ ઉપર સ્ટંટ કરતો રીક્ષા ચાલકનો વીડિયો વાયરલ થતા મોરબી ટ્રાફિક પોલીસે તરત કાર્યવાહી કરી, રીક્ષા-ચાલકને પકડી માફી મંગાવવામાં આવી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
મોરબી શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી વાહન હાંકતા ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ત્યારે આ અભિયાનના ભાગરૂપે સોશિયલ મીડિયામાં મયુર પુલ ઉપર સ્ટંટ કરતો રીક્ષા ચાલકનો એક વીડિયો વાયરલ થતા ટ્રાફિક શાખા હરકતમાં આવી હતી. વાયરલ વિડિયોના આધારે રીક્ષા ચાલકની ઓળખ કરવામાં આવી અને તેને ઝડપી લેવાયો હતો. ટ્રાફિક નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરી જાહેર માર્ગ પર અન્ય લોકોની સલામતીને જોખમમાં મુકવાના ગુનાને લઈને પોલીસે રીક્ષા-ચાલકને કડક ચેતવણી આપી અને પદાર્થપાઠ રૂપે તેની પાસે માફી પણ મંગાવી હતી. આ સાથે ટ્રાફિક શાખા પોલીસે નિયમ મુજબ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









