મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની ૬ વર્ષીય બાળકીનું કારખાનાની પાણીની કુંડીમાં ડૂબી જતાં કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ આરકો ગ્રેનાઈટો કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા કમલસિંગ કરવાછા નામના શ્રમિકની ૬ વર્ષીય દીકરી કાર્તિકાબેનનું કારખાનામાં આવેલ પાણીની કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે માસુમ બાળકીની ડેડબોડી પરિવારજનો દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તાલુકા પોલીસ દ્વારા મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.