મોરબીના પાવડીયાળી નજીક આવેલ સ્ટ્રોજન સીરામીકમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ખંડવા જીલ્લાના ગુડીખેડા ગામના રહેવાસી પરિવારની ૫ વર્ષીય પુત્રી પરીબેન અનિલ ભીલાલા ગઈ તા.૨૯/૧૦ના રોજ સ્ટ્રોજન કારખાનામાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગઈ હતી, જે બનાવમાં માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે બાળકીના પરિવારજનો બાળકીની લાશ અંતિમ વિધિ કરવા માટે પોતાના વતન લઈ ગયા હતા, જેની જાણ કોઇપણ સ્થાનિક પોલીસને કર્યા વિના પોતાના વતનમા લઈ ગયેલ અને ત્યાં ડો. ગૌરવ રૈક્વાર , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , પીપલોદ , જી ખંડવા રાજ્ય એમ.પી.માં પી.એમ. કરાવેલ જે અંગે પીપલોદ પોલીસ મથકમાં જાણ કરાઈ હતી જેથી તમામ ખાતાકીય દસ્તાવેજી કાગળો મોરબી મોકલવામાં આવતા તાલુકા પોલીસ મથકમાં બાળકીના મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરવામાં આવી છે.