Sunday, June 15, 2025
HomeGujaratમોરબી: ઘુટુ ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બોલરોની હડફેટે રોડ ક્રોસ...

મોરબી: ઘુટુ ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બોલરોની હડફેટે રોડ ક્રોસ કરી રહેલ ૬ વર્ષીય માસુમનું કરૂણ મૃત્યુ.

મોરબી તાલુકાના ઘુટુ ગામ નજીક હિટ એન્ડ રન અકસ્માતની ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલ બે ભાઈ પૈકી એક ૬ વર્ષીય બાળકને પુરપાટ ઝડપે તથા ગફલતભરી રીતે ચલાવીને આવતા બોલેરો વાહને ઠોકરે ચડાવતા, માસુમ બાળકને માથામાં, હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોચતા, તેનું ચાલુ સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી બોલેરો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ તાલુકા પોલીસે બોલેરો ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઘુટુ ગામે ભાડે રહેતા મૂળ વાંકાનેરના ધમલપર ગામના વતની સજનબેન જયસુખભાઈ ગાંડુભાઈ બાવરવા ઉવ.૩૫ એ તાલુકા પોલીસ મથકમાં બોલેરો રજી.નં. જીજે-૩૬-વી-૨૬૬૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૦/૦૬ ના રોજ સવારે સજનબેનના બન્ને દીકરા પિયુષ ૧૩ વર્ષ અને પૃથ્વીરાજ ૦૬ વર્ષ તેમના દાદા સાથે ઘુટુ ગામ નજીક ઓરિડા સીરામીકની બાજુમાં ખેતીની જમીન વાવવા રાખી હોય ત્યાં ગયા હતા, તે દરમિયાન બપોરના સુમારે પિયુષ અને પૃથ્વીરાજ બન્ને ભાઈઓ ઓરિડા સીરામીકના ગેટ પાસે મોરબી હળવદ રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલ હોય ત્યારે ઉપરોક્ત બોલેરો ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી આવી બે ભાઈઓમાંથી પૃથ્વીરાજને અડફેટે લીધો હતો, ત્યારે પૃથ્વીરસજને ગંભીર ઇજાઓ પહોચતા, તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા, જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને રાજકોટ રીફર કરતા જ્યાં ચાલુ સારવારમાં ૬ વર્ષીય માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ઉપરોક્ત બોલેરો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, હાલ તાલુકા પોલીસે સમગ્ર અકસ્માતના આ બનાવ અંગે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!