મોરબીની ઉંચી માંડલ ગામ નજીક આવેલ લક્ષ્ય સીરામીક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની ૧ વર્ષીય બાળકી કારખાનામાં ગટરમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યુ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે લક્ષ્ય સીરામીક ફેક્ટરીમાં રહેતા પરિવારની ૧ વર્ષીય રુહીબેન બુધ્ધાસિંગ નામની બાળકી ગઈકાલે કોઈ કારણોસર ફેક્ટરીમાં આવેલ ગટરમાં પડી જતા બાળકીને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, જે બાદ મૃતક રુહીબેનના મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.