મોરબી : મોરબી જિલ્લાના ખરાબ રોડ રસ્તાના કારણે વ્યવસાયને પણ હવે અસર પડી રહી છે ત્યારે મોરબીના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા ધંધાર્થીઓ હડતાળ પર બેઠા છે.ગઈ કાલે ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા હડતાળ કરવામાં આવી હતી. મોરબીના સીરામિક ઉધ્યોગમાં હાલ તેઝી નો માહોલ હોય ત્યારે જ ટ્રાન્સપોર્ટની હડતાળ થતાં સિરામિક ઉધ્યોગને પણ ખૂબ મુશ્કેલી ઓ પડી રહી છે. આજ સતત હડતાળ ના બીજા દિવસે ટ્રાન્સપોર્ટરો નીં સાથે મોરબીમાં રો-મટિરિયલ ના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ પણ આ હડતાળ માં જોડાયા છે.
મોરબી જિલ્લા એ સિરામિક ના હબ તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે પરંતુ હાલ પણ મોરબી જિલ્લો પાયાની સગવળથી વંચિત છે મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી રોડ રસ્તા ની હાલત ગંભીર રીતે ખરાબ હોય ત્યારે મોરબીની જનતા સહિત મોરબીના ધંધાર્થીઓ ને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ દરમિયાન સિરામિક ના માલ સામાન માં બ્રેકેજ આવે તો તેની કિમત પણ ટ્રાન્સપોર્ટ ના વ્યવસાયિકો એ ભોગવવી પડતી ત્યારે આ બાબતે સિરામિક એસો. સાથે પણ વાત કરવામાં આવી હતી પરંતુ પ્રશ્ન નું કોઈ નિરાકરણ ના આવતા મોરબી ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા હડતાળ પર બેસવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આજ ટ્રાન્સપોર્ટ હડતાલનો સતત બીજો દિવસ છે. ત્યારે આ હડતાળ માં આજ સિરામિક તેમજ અન્ય રો મટિરિયલ ના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયિકો પણ જોડાયા છે. ત્યારે જીલ્લામાં તમામ ટ્રાન્સપોર્ટ ના પૈડાં થંભી ગયા છે.
આ મામલે સિરામિક એસો. ના પ્રમુખ નિલેસ જેતપરિયા એ ટિપ્પણી આપી હતી. નિલેસ જેતપરિયા એ જણાવ્યુ હતું કે,” જો ટ્રાન્સપોર્ટ એસો. ડેમેજ ના ભાડા કપાત ના કરવાની સરતે ટ્રકમાં માલ ભરસે તો જ આ પ્રશ્ન નું નિરાકરણ આવસે”. ત્યારે હવે આ હડતાળ કેટલા સમય સુધી ચાલસે અને ટ્રાન્સપોરટરો ના પ્રશ્ન નું નિરાકરણ આવસે કે કેમ એ જોવાની વાત છે.