મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા મંથલી બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં પહલગામમા યાત્રીકો ઉપર થયેલા આતંકવાદી હુમલામા જીવ ગુમાવનારા પ્રત્યે મૌન રહી શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ આગામી વેકેશનમા કાશ્મીરના પેકેજ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામા આવી હતી. તેમજ એરલાઇન્સ અને હોટલના રિફંડ બાબતે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિયેશને ચર્ચાઓ કરી હતી.