મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને ક્રાઇમ બ્રાંચ દ્વારા પાસા હેઠળ ડિટેઇન કરી એકને સુરત લાજપોર જેલ અને બીજાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યા હતા.
મોરબી શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા ગુનાઓમાં વારંવાર સંડોવાયેલ બે ઇસમો સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. ત્યારે તેમના દ્વારા દરખાસ્ત મંજુર થતાં આરોપી રાજુભાઇ પરબતભાઇ મોરી ઉવ.૨૪ અને કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઇ ઉલવા ઉવ.૩૪ બંન્ને રહે.મોખાણા તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકા સામે પાસા વોરંટ જાહેર કરવામાં આવ્યા હતા. આ વોરંટના આધારે મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ રચી બંન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપી રાજુભાઇ મોરીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં અને કમલેશ ઉલવાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.









