મોરબીના માળીયા(મી)માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના આરોપી એવા બે સગાભાઈઓ વિરુદ્ધ મોરબી જીલ્લા પોલીસે કરેલ પાસા દરખાસ્ત મંજુર થતા બન્ને આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા પાસા એક્ટ હેઠળ ડીટેઇન કરી વડોદરા તથા ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એલસીબી પીઆઇ એમ.પી.પંડયાએ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓ દ્વારા ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી શબ્બીર મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા ઉવ-૨૨ તથા ઇર્ષાદ મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા ઉવ-૨૦ બન્ને રહે. હાલ રહે.મોરબી રણછોડનગર, મુળ રહે.નવાગામ તા.માળીયા(મી)વાળાના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય. જે બન્ને ઇસમોને સત્વરે અટકાયત કરવા પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ ઉપરોકત બન્ને આરોપીઓને પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા તથા જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે.