મોરબી શહેરના વાવડી રોડ ઉપર રામાપીરના મંદિર પાસે તથા કપિલા હનુમાનજીના મંદિર એમ બે અલગ અલગ સ્થળે વર્લી ફિચર્સના નસીબ આધારિત આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઈસમો પકડાયા હતા.
પ્રથમ દરોડામાં મોરબીના વાવડી રોડ રામાપીરના મંદિર પાસે જાહેરમાં વર્લી મટકા ના આંકડાઓ એક ચિઠ્ઠીમાં લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી મનોજભાઈ વસંતભાઈ સરવૈયા ઉવ.૬૦ રહે. વાવડી રોડ લોમજીવન પાર્ક-૨ મોરબી વાળાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૧,૦૦૦/- તથા વર્લીમટકાના આંકડા રમવાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વર્લી ફીચર્સ ના આકડાનું કપાત અન્ય આરોપી ગુલામહુસેન આમદભાઈ ગાલબ પાસે કરાવતો હોવાનું જણાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી છે.
જ્યારે જુગારની બીજા દરોડામાં વાવડી રોડ કપિલા હનુમાનજીના મંદિર પાસે આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મુનાભાઈ નરશીભાઈ ભલસોડ ઉવ.૫૦ રહે. ,વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળો જાહેરમાં વર્લી મટકાનો નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમતા રેઇડ દરમ્યાન જુગાર સાહિત્ય વર્લી ફીચરના આંકડા લખેલ એક ચીઠી, બોલપેન તથા રોકડ રૂ.૫૫૦/- મળી કુલ રૂ.૫૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેની અટક કરી આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.