તાલુકા પોલીસે કુલ ચાર ઈસમો સામે ગુનો નોંધ્યો
મોરબીના રંગપર ગામ નજીક બાઇક ઉપર ૨૨ લીટર દેશી દારૂ લઈ નીકળેલ બે ઇસમોને તાલુકા પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલ બંને આરોપીઓ પાસેથી બાઇક, દેશી દારૂ, રોકડ તથા ૨ નંગ મોબાઇલ સહિત રૂ.૩૧,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, આ સાથે દેશી દારૂ વેચાણ માટે આપનાર અને મંગાવનારના નામ અંગે ખુલાસો કરતા તે બંનેને પકડી લેવા શોધ શરૂ કરી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં લેક્ષો સીરામીક સામે ખુલ્લી જગ્યામાં સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-કે-૫૯૮૦ વાળામાં ૨૨ લીટર દેશી દારૂ લઈને નીકળેલ આરોપી જીતેન્દ્રભાઇ મનુભાઇ વરાણીયા ઉવ.૪૦ રહે.ત્રાજપર શેરી નં.૫ તથા આરોપી અમીતભાઇ અવચરભાઇ બારૈયા ઉવ.૨૩ રહે.ત્રાજપર શેરી નં.૪ની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પકડાયેલ બંને આરોપીને દેશી દારૂ આપનાર આરોપી રવી ઉર્ફે માસ પરસોતમભાઇ વરાણીયા રહે.ત્રાજપર તથા દેશી દારૂ મંગાવનાર આરોપી ભૈરવો કોળી રહે.નાળીયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્નનગરવાળાના નામ ખુલવા પામ્યા હતા. હાલ તાલુકા પોલીસે બાઇક કિ.રૂ.૧૫ હજાર, દેશી દારૂ કિ.રૂ.૪,૪૦૦/-, રોકડા રૂ.૨,૩૦૦/- તથા ૨ નંગ મોબાઇલ ૧૦ હજાર એમ કુલ ૩૧,૭૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી હાજર નહીં મળી આવેલ આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.