મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પીઆઈ બી. પી. સોનારાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ સમરતસિંહ ઝાલા અને ભાનુભાઈ બાલાસરાને ખાનગીરાહે બાતમી મળી હતી કે સાગર નવઘણભાઈ ભરવાડ તથા વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી રહે બંને લાયન્સનગર શનાળા બાયપાસ વાળાએ સાગર ભરવાડના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૩૨ કિં.રૂ.૪૯,૫૦૦/- નાં મુદામાલ સાથે આરોપીઓ વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી, અમિતભાઈ બકુલભાઈ કેવડીયાને ઝડપી પાડ્યા હતાં તો આરોપી સાગર નવઘણભાઈ ભરવાડ હાજર ન મળી આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઈ બી. પી. સોનારા, પીએસઆઈ એસ. એમ. રાણા,પો.હેડ.કોન્સ. રામભાઈ મઢ, કિશોરભાઈ મિયાત્રા, મહાવીરસિંહ પરમાર, પો.કોન્સ. ભાનુભાઈ બાલાસરા, ચકુભાઈ કરોતરા, ભરતભાઈ હુંબલ, ભાવેશભાઈ મિયાત્રા, આશીફભાઈ રાઉમા, સંજયભાઈ બાલાસરા, સમરતસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલા હતાં.