મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક પાસે એકટીવાની ડેકીમાં ઈંગ્લીશ દારૂ લઈ નીકળેલ બે ઇસમોને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે એકટીવા તથા ઈંગ્લીશ દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી, બન્ને આરોપીઓની અટક કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-૨ માળીયા ફાટકથી મહેન્દ્રનગર જવાના રસ્તે એકટીવા રજી.નં. જીજે-૩૬-ડી-૦૦૯૦ વાળા મોપેડની ડેકીમાં ઈંગ્લીશ દારૂ વાઈટ લેશ વોડકાની ચાર નંગ બોટલ કિ.રૂ.૧,૪૨૪/- લઈને નીકળેલ આરોપી સુજલભાઈ હરેશભાઈ વાઘેલા ઉવ.૧૯ રહે.લાયન્સનગર મોરબી તથા ચંદ્રેશભાઈ ભલાભાઈ ઝાલા ઉવ.૨૧ રહે.વજેપરના નાકે શેરી નં. ૦૨ મોરબી વાળાને બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે ઈંગ્લીશ દારૂ કિ.રૂ.૧,૪૨૪ તથા એકટીવા મોપેડ કિ.રૂ.૩૦ હજાર ઝાહી કુલ રૂ.૩૧,૪૨૪/-ના મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.