મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર બલેનો કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે લઈને નીકળેલ બે શખ્સોની સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૮૦મીલી.ની ૯૬ બોટલ અને કાર સહિત ૩.૧૨લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગના હોય તે દરમિયાન રવાપર-ઘુનડા રોડ ન્યુ એરા સ્કૂલ આગળ એક શંકાસ્પદ બલેનો કાર પસાર થતા તેને રોકી કારની તલાસી લેતા તેમાં વિદેશી દારૂ રોયલ બ્લુ મલ્ટ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ક્ષમતાવાળી ૯૬ બોટલ કિ.રૂ.૧૨ હજાર મળી આવી હતી, જેથી બલેનો કાર રજી.નં. જીજે-૩૬-એપી-૨૪૦૨ કિ.રૂ.૩ લાખ સાથે આરોપી નાગેશભાઈ ઉર્ફે નાગરાજ રમેશભાઈ સારેસા ઉવ.૨૩ રહે.મોરબી વીસીપરા રોહિદાસપરા મૂળ છત્તર ગામ તથા આરોપી બકુલભાઈ દેવજીભાઈ ચૌહાણ ઉવ.૨૨ રહે.મોરબી વીસીપરા રોહિદાસપરાવાળાની અટકાયત કરી બલેનો કાર તથા વિદેશી દારૂનો જથ્થો સહિત ૩.૧૨લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ લરોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.