મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે સ્મશાનની બાજુમાં આવેલ વાડીની ઓરડીમાં ત્રણ ઈસમો વિદેશી દારૂ-બિયરનો માલ રાખી વેચાણ કરતા હોવાની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત વાડીએ રેઇડ કરવામાં આવી હતી, ત્યારે રેઇડ દરમિયાન વિદેશી દારૂની નાની બોટલ નંગ ૨૨૧ તથા બિયર ટીન ૭૦ નંગ મળી આવ્યા હતા. જેથી પોલીસે વાડીએ હાજર બે આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે ત્રીજો સહઆરોપી હજાર નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસને બાતમી મળી કે ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે તળાવની પાળ નજીક આવેલ કાંતિભાઈની વાડીમાં આવેલ ઓરડીમાં આરોપી જોરુભાઈ ભાટીયા, જગદીશસિંહ ચૌહાણ તથા આરોપી જયેશભાઇ બાવાજી ભાગીદારીમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી તુરંત ઉપરોક્ત વાડીની ઓરડીમાં દરોડો પાડતા ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૨૨૧ બોટલ તેમજ બિયરના ૭૦ ટીન મળી આવ્યા હતા, જેથી આરોપી જોરૂભાઇ અજાભાઇ ભાટીયા ઉવ.૩૬ રહે.ઘુંટુ રામકો તા.જી.મોરબી મુળ રહે.કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેંદ્રનગર તથા આરોપી જગદીશસિંહ ઉમેદસિંહ ચૌહાણ ઉવ.૩૮ રહે. ઘુંટુ રામકો તા.જી.મોરબી મુળરહે.વલાસણ તા.જી.આણંદ વાળા હાજર મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે સહઆરોપી જયેશભાઇ બાવાજી રહે.ઘુંટુ રામકો તા.જી.મોરબી વાળો રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તાલુકા પોલીસે વિદેશી દારૂ-બિયર કિ.રૂ.૮૯,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.