મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પૂર્વ બાતમીને આધારે કબીર ટેકરી શેરી નં.૩ માં રેઇડ કરવા ગયા ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ બુટલેગર થેલીમાં દારૂની બે બોટલ મૂકીને ગલ્લી-ખાચાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી શહેર પોલીસને બાતમી મળી કે, અરવિંદ બાટી કબીર ટેકરી વિસ્તારમાં શેરી નં ૩ નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય, જેથી તુરંત બાતમી મુજબની જગ્યાએ રેઇડ કરતા, જ્યાં પોલીસને આવતા જોઈ ઉપરોક્ત આરોપી પોતાના પાસે રહેલ થેલી મુકીને નાસી ગયો હતો. ત્યારે પોલીસે થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારુ ઓલ્ડ મંક રમની બે બોટલ કિ.રૂ.૧,૨૯૬/-મળી આવી હતી. જેથી પોલીસે આરોપી અરવિંદ દાદુભાઈ બાટી રહે.મોરબી વાળા સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









