Tuesday, July 8, 2025
HomeGujaratમોરબી: લાતી પ્લોટમાં લક્ષ્મી કોમ્પ્લેક્ષના પગથીયે જુગાર રમતા બે પકડાયા

મોરબી: લાતી પ્લોટમાં લક્ષ્મી કોમ્પ્લેક્ષના પગથીયે જુગાર રમતા બે પકડાયા

બે જુગારી પૈકી એક પાસેથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા તેની વિરુદ્ધ અલગથી ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લક્ષ્મી કોમ્પ્લેક્ષના પગથીયે તીનપત્તિનો જુગાર રમતા બે ઇસમોને શહેર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બન્ને ઇસમોની અંગઝડતીમાં એક ઈસમ પાસેથી વિદેશી દારૂની નાની શીલપેક બોટલ મળી આવી હતી. હાલ પોલીસે બન્ને જુગારી વિરુદ્ધ જુગારધારાની કલમ તેમજ મળી આવેલ વિદેશી દારૂ મામલે એક વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ બીજો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ વિસ્તારમાં લક્ષ્મી કોમ્પ્લેક્ષના પગથીયે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી અનિલભાઈ હરિભાઈ રાજા ઉવ.૬૮ રહે. રવાપર રોડ લોટસ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૫૦૧ મોરબી તથા આરોપી અજયભાઈ નવલભાઈ દેવ ઉવ.૫૦ રહે.કાલિકા પ્લોટ શેરી નં.૩ મૂળરહે. લ્યારા તા.ધ્રોલ જી.જામનગર વાળાને રોકડા રૂ.૪,૩૦૦/-સાથે ઝડપી લેવામાં આવી બન્ને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જુગારની રેઇડ દરમિયાન બન્ને આરોપીઓની અંગઝડતી કરતા, આરોપી અનિલભાઈ રાજાના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડની ૧૮૦મીલી.ની એક બોટલ કિ.રૂ.૩૦૦/- મળી આવતા આરોપી અનિલભાઈ રાજા વિરુદ્ધ પ્રોહી. એક્ટ અન્વયે પણ બીજો અલગથી ગુનો નોંધી પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!