Wednesday, December 4, 2024
HomeGujaratમોરબી : પીપળી જેતપર રોડ પર ટ્રકચાલકે હડફેટે લેતા બાઇક સવાર બે...

મોરબી : પીપળી જેતપર રોડ પર ટ્રકચાલકે હડફેટે લેતા બાઇક સવાર બે ઈજાગ્રસ્ત : એકનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાધેશ્યામ તેજુલાલ સુર્યવંશી (ઉ.વ.૩૨, ધંધો-મજુરી, રહેવાસી-બેલા ગામની સીમ, વિકોન સિરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં, મોરબી, મુળ મધ્યપ્રદેશ)એ ટેઈલર નં. આરજે-૫૨-જીએ-૫૦૮૭નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૬ ના રોજ મોરબીના પીપળી જેતપર રોડ બેલા ગામથી આગળ સોમનાથ પંપ તરફ પુલ પાસે આરોપીએ પોતાના હવાલા વાળું ટેઇલર નં. આરજે-૫૨-જીએ-૫૦૮૭ વાળુ પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીને તેની સાથેના બાઈક ચાલક નરેન્દ્રભાઇ અને ગોકુલલાલને હીરો હોન્ડા સીડી ડીલક્ષ નં. જીજે-૦૩-સીપી-૩૬૬૫ સહીત પાછળથી ઠોકર મારી હડફેટમાં લેતા અકસ્માત સર્જી ફરીયાદીને તથા નરેન્દ્રભાઇને છોલછાલ કરી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે ગોકુલલાલનુ મોત નિપજયું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!