Friday, January 10, 2025
HomeGujaratમોરબી:યુવકે હાથ ઉછીના આપેલ રૂપિયાની માંગણી કરતા બે શખ્સોએ કર્યો હુમલો,ફરિયાદ નોંધાઈ

મોરબી:યુવકે હાથ ઉછીના આપેલ રૂપિયાની માંગણી કરતા બે શખ્સોએ કર્યો હુમલો,ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર-ધુનડા રોડ ઉપર આવેલ ફ્લોરા ૧૫૮ માં રહેતા ચિરાગભાઈ શિવલાલભાઈ કાસુંદ્રાએ રવાપર ગામમાં રહેતા સુરેશભાઈ નાનુભાઈ મિયાત્રાને રૂ.૫૦,૦૦૦/- હાથ ઉછીના આપ્યા હતા જે ઉછીના આપેલ રૂપિયાની માંગણી કરતા સુરેશભાઈ નાનુભાઈ મિયાત્રા અને તેનો ભાઈ પાર્થ ઉર્ફે લાલો નાનુભાઈ મિયાત્રાએ ઉશ્કેરાઈ જઈ ચિરાગભાઈને માથાના પાછળના ભાગે પ્લાસ્ટીકનું કેરેટ ઉઠાવી એક ઘા મારી ઈજા કરી તેમજ ગાળો આપી ઢીંકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા ત્યારે ચિરાગભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!