પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમીયાન સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરીની પાછળ આવવરુ જગ્યાએ ઝાળી-જાખરમાં ગંજીપત્તાના પણ વડે તીનપત્તિનો જુગાર રમતા જયદીપ બેચરભાઈ ઉવ.૩૬ રહે. સો-ઓરડી મોરબી-૨ તથા કરણ ઉર્ફે ગટીયો ખંગારભાઈ ઉવ.૨૯ રહે. સો-ઓરડી મોરબી-૨ વાળાને રોકડા રૂ.૧૬,૧૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે બંને આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.