મોરબી તાલુકા પોલીસે લુંટના ગુનામાં સંડોવાયેલા બે યુવકો સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વાએ મંજુર કરાયેલ પાસા દરખાસ્ત બાદ ઇસ્યુ કરવામાં આવેલ વોરંટની બજવણી અનુસંધાને બંને આરોપીઓની અટક કરી અલગ-અલગ મધ્યસ્થ જેલ હવાલે કર્યા છે. જેમાં એક આરોપીને સુરતના લાજપોર જેલમાં અને બીજાને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે. ચારેલે લુંટના ગુનામાં સંડોવાયેલા ઈસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી હતી. જેથી કે.બી. ઝવેરીએ આરોપી સિકંદરભાઈ ઇકબાલભાઈ કટીયા ઉવ.૧૯ રહે.ગેબનસાપીર દરગાહ પાસે માળીયા(મી) અને આરોપી સિકંદરભાઈ ઉર્ફે સીકલો મુસ્તાકભાઈ હૈદરભાઈ કાજેડીયા ઉવ.૧૯ રહે.ઓસંસાપીર દરગાહ પાસે માળીયા(મી) વાળાની પાસા દરખાસ્તને મંજૂરી આપતા બંને આરોપીઓ સામે પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. જેથી બંને આરોપીઓને પકડી લેવા તાલુકા પોલીસ મથકની અલગ અલગ ટીમો તૈયાર કરી બન્ને આરોપીઓને ઝડપી લેવાયા હતા. જે બાદ આરોપી સિકંદર કટીયાને સુરત લાજપોર મધ્યસ્થ જેલ અને આરોપી સિકંદર કાજેડીયાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા છે