પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે લાલપર ગામના ઝાંપા પાસે, નેશનલ હાઇવે રોડ ઉપરથી વિકાસ બીગનભાઇ પાસવાન (ઉ.વ.૨૧, ધંધો-મજુરી, રહે. સીનીયર સીરામીક કારખાનાની ઓરડીમાં, લાલપર ગામ, મુળ રહે. મોહનાપુર, તા. રૂપેઢીયા, થાના, જી.બેહરેજ, ઉત્તરપ્રદેશ) તથા કૌશલકુમાર દેવપ્રસાદ કમલેશપ્રસાદ પાસવાન (ઉ.વ.૧૯, ધંધો-મજુરી, રહે. સીનીયર સીરામીક કારખાનાની ઓરડીમાં, લાલપર ગામ, મુળ રહે. મરાહનાપુર તારૂપેઢીયા, થાના રૂપેઢીયા, જી.બેહરેજ, ઉત્તરપ્રદેશ) જે ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન વેચવા કે સગેવગે કરવા માટે નીકળ્યા હોય બન્નેની પુછપરછ કરી તેઓની પાસે રહેલ ચીજવસ્તુ ચેક કરતા અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ ૧૭ મળી આવ્યા હતા. બન્નેની મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તેઓએ અલગ અલગ તારીખ-સમયે લાલપર તથા લગધીરપુર વિસ્તારમાં આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી આ મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનું જણાવતા હોય જેથી પકડાયેલ બન્ને ઇસમો પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૭ કિ.રૂ. ૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એલસીબી પી.આઇ. વી.બી.જાડેજા તથા એએસઆઈ રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, કોન્સ. અશોકસિંહ ચુડાસમા સતિષભાઇ કાંજીયા સહિતના રોકાયેલા હતા.