મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં એક કારમાં ઈંગ્લીશ દારૂ પીવાની પાર્ટી કરતા ત્રણ પૈકી ૨ ઇસમોને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલ ઈસમ ભાગી છૂટ્યો હતો. આ સાથે પોલીસે કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ ક્ષમતાની ચાર ખાલી બોટલ તથા એક ૩૭૫મીલી. ની ભરેલ બોટલ ઝડપી લીધી હતી. હાલ પોલીસે કાર, વિદેશી દારૂ સહિત રૂ.૫,૦૦,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.હેઠળ ગુનો નોંધી નાસી ગયેલ આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ મેઈન રોડ ઉપર હોટલ પાસે ઉભેલ હ્યુન્ડાઇ વેન્યુ કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૫૬૭૯માં ત્રણ ઈસમો ઈંગ્લીશ દારૂની મહેફિલ કરતા નજરે પડ્યા હતા, જેથી તુરંત પોલીસે ત્રણેય આરોપીઓને કારમાંથી નીચે ઉતારતા સમયે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલ આરોપી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતી, જ્યારે પકડાયેલ બે ઈસમો જેમાં આરોપી ઋતુરાજસિંહ ખોડુભા વાઘેલા ઉવ.૩૧ રહે. શકત શનાળા ગામ તથા આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરુ ટાવર નટુભા જાડેજા ઉવ.૪૫ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળાની અટકાયત કરવામાં આવી છે. નાસી ગયેલ આરોપીનું અનુભાઈ નામ હોવાનું બંને પકડાયેલ આરોપીએ જણાવ્યું હતું, જ્યારે પકડાયેલ બન્ને આરોપીઓ પીધેલી હાલતમાં હોય જેથી તેમની વિરુદ્ધ અલગ કેસ કરવામાં આવ્યો છે. જ્યારે કારમાંથી ૧૮૦મીલી.ની ખાલી ત્રણ બોટલ, ૩૭૫મીલી.ની ખાલી એક બોટલ તથા એક ૩૭૫મીલી. ની ભરેલી બોટલ કિ.રૂ.૩૦૦/- મળી આવી હતી. હાલ પોલીસે વિદેશી દારૂ તથા કાર સહિત ૫,૦૦,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.