પોલીસે દેશીદારૂ, ઇનોવા કાર સહિત રૂ.૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
મોરબી તાલુકા પોલીસ ટીમે ઇનોવા કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારણે ટીંબડી ગામના પાટીયા નજીક પકડી લેવામાં આવી હતી. ત્યારે કારમાં રહેલ ૫૦૦ લીટર દેશી દારૂ કિ.ઉ.૧ લાખ સાથે લિસ્ટેડ મહિલા આરોપી સહિત બે શખ્સોની અટક કરી હતી, આ સાથે માલ વેચાણથી આપનાર માળીયા(મી) ના સપ્લાયરનું નામ ખુલતા કુલ ત્રણ આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે માળીયા(મી) તરફથી દેશી દારૂ ભરેલ ઇનોવા કાર રજી.નં. જીજે-૧૨-એએન-૫૬૯૧ નીકળવાની હોય જે બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમ રવિરાજ ચોકડી ખાતે વોચમાં હોય તે દરમિયાન બાતમી મુજબની ઇનોવા કાર ત્યાંથી પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઇનોવા કાર ચાલકે પોતાની કાર પુરપાટ ગતિથી ત્યાંથી ભગાડી દેતા તુરંત પોલીસ ટીમે તેનો પીછો કરી ઇનોવા કારને ટીંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશીપ સામે રોડ ઉપર પકડી લેવામાં આવી હતી, ત્યારે ઇનોવા કારની તલાસી લેતા તેમાં અલગ અલગ પ્લાસ્ટિકના બાચકામાં રહેલ ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, આ સાથે ઇનોવા કાર ચાલક આરોપી ઇસ્લામુદિન અબ્બાસભાઈ જામ ઉવ.૨૦ રહે.મોરબી શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી મૂળરહે.માળીયા(મી) કબ્રસ્તાનની પાછળ તથા મહિલા આરોપી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા ઉવ.૪૨ રહે.મોરબી-૨ માળીયા વનાળીયા સોસાયટી એમ બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલ બંને આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂ માળીયા(મી)ના મુસ્તકભાઈ જામ પાસેથી વેચાણ કરવાના ઇરાદે લઈ આવ્યાની કબુલાત આપી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧ લાખ તથા ઇનોવા કાર કિ.રૂ.૩ લાખ એમ કુલ ૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ મહિલા આરોપી સહિત ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી ફરાર આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.