મોરબી શહેરના આલાપ રોડ ઉપર જાહેરમાં વિદેશી દારૂની લેતી દેતી કરતા બે ઇસમોને બાઇક સાથે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે વિદેશી દારૂની બે બોટલ તથા બાઇક સહિત ૩૦,૪૭૦/-નો મુદાનલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં આલાપ રોડ ઉપર હોય ત્યારે મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએચ-૫૦૦૦ માં આવેલ શખ્સ દ્વારા આલપ રોડ ઉપર ઉભેલ શખ્સને પ્લાસ્ટિકની કાળા કલરની થેલીમાં શંકાસ્પદ લેતી દેતી કરતા હોય જેથી પોલીસે બન્ને ઇસમોને રોકી, તેમની પાસે રહેલ થેલીમાં ચેક કરતા વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૩૭૫મીલી.ની બે બોટલ કિ.રૂ.૪૭૦/- મળી આવી હતી, જેથી પોલીસે આરોપી સાહિલભાઈ મુકેશભાઈ જાદવ ઉવ ૧૯ રહે.રવાપર રોડ ભવાની સોડા પાછળની શેરી મોરબી તથા આરોપી અભયભાઈ સુનિલભાઈ સરવૈયા ઉવ.૨૧ રહે. પરષોત્તમ ચોક હુડકો ક્વાર્ટર મોરબી વાળાની અટકાયત કરી હતી, આ સાથે પોલીસે સ્પ્લેન્ડર બાઇક તથા વિદેશી દારૂ સહિત કુલ રૂ.૩૦,૪૭૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.