Wednesday, December 4, 2024
HomeGujaratમોરબી:રવાપર-ઘુનડા રોડ ઉપરથી બાંધકામના ધંધાર્થી યુવક સહિત બે ઈસમો વિદેશી દારૂની ૮...

મોરબી:રવાપર-ઘુનડા રોડ ઉપરથી બાંધકામના ધંધાર્થી યુવક સહિત બે ઈસમો વિદેશી દારૂની ૮ બોટલ સાથે પકડાયા

મોરબીમાં હાલ દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક વિદેશી દારૂના જથ્થા સાથે કન્ટ્રકશન કામના ધંધાર્થી સહિત બે યુવકો વિદેશી દારૂની ૮ બોટલ સાથે પકડાયા હતા. દારૂ સપ્લાય કરનાર આરોપીનું નામ ખુલવા પામ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ઉપરોક્ત બનાવની મળતી વિગતો મુજબ એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલ બે ઇસમોને રોકી તેની પાસે રહેલ થેલો ચેક કરતા થેલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની કુલ ૮ બોટલ મળી આવી હતી, આ સાથે આરોપી જયદીપભાઈ પ્રભુભાઈ દલસાણીયા ઉવ.૩૨ રહે.મોરબી રવાપર રોડ વિવેકાનંદનગર-૨ તથા દેવરાજભાઈ બાબુભાઇ છુસીયા ઉવ.૨૫ રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. આ વિદેશી દારૂનો જથ્થો મોરબી વજેપરમાં રહેતા અરવિંદ બાટી પાસેથી મેળવ્યો હોવાનું બંને આરોપીઓ દ્વારા કબુલાત આપતા ઉપરોક્ત આરોપીને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!