Friday, September 20, 2024
HomeGujaratમોરબી:સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઉમિયા સર્કલથી નવા બસસ્ટેન્ડ સુધી પાલિકા દ્વારા સફાઈ...

મોરબી:સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઉમિયા સર્કલથી નવા બસસ્ટેન્ડ સુધી પાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવાયું

પાલિકા ચીફ ઓફિસર, ધારાસભ્ય તથા વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સહિતના લોકો સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા દ્રારા ‘સ્વરછતા હી સેવા ૨૦૨૪’ કાયઁક્રમ અંતર્ગત મોરબીનાં શનાળા રોડ પર ઉમિયા સર્કલથી નવા બસસ્ટેન્ડ સુધીનાં રસ્તા પર સ્વરછતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે આ અભિયાનમા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમ્રુતિયા અને મોરબી નગર પાલિકાનાં ચીફઓફીસર કુલદીપસિંહ વાળા સહિત ઈન્ડિયન લાયન્સ ક્લ્બનાં પ્રમુખ રુચિરભાઈ કારીયા, કે.સી મહેતા, અશોકભાઈ જોષી, હર્ષદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, શષીકાંતભાઈ મહેતા, પુષ્પરાજસિંહ જાડેજા અને ઈન્ડિયન લાયન્સના તમામ હોદેદારો તેમજ રોટરી ક્લબના પ્રમુખ કિશોસિંહ જાડેજા, સોનસબેન શાહ જ્યારે કોમનમેન ફાઉન્ડેશનનાં અગ્રણી અને સ્વરછ મોરબીનાં બ્રાન્ડ એમ્બેસેડર ર્ડો.સતિષભાઈ પટેલનાં સંયુક્ત સહ ભાગીદારીના શ્રમદાન થકી આ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત અભિયાન દરમિયાન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીવાસીઓને જણાવ્યું હતું કે લોકો પોતાનાં ધર, દુકાન, ઓફીસનો કચરો રોડ પર નહીં ફેંકવા અને ડોર ટુ ડોરનાં ગારબેજ કલેકશન વ્હિકલમાં નાંખવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંતમાં જણાવ્યું કે જો કોઈ વિસ્તારમાં ડોર ટુ ડોર ગારબેજ કલેકશન વ્હિકલ ન આવે તો પાલિકા ચીફ ઓફીસરને જાણ કરવા વિનંતિ કરી મોરબીનાં લોકોને સ્વરછતા અભિયાન પુરતું જ નહીં કાયમ માટે મોરબીને સ્વરછ રાખવા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!