Monday, March 9, 2026
HomeGujaratમોરબી: નવી બનતી મેડિકલ કોલેજ સામે ટ્રક હડફેટે અજાણ્યા ઇસમનું મોત:વાલી વારસની...

મોરબી: નવી બનતી મેડિકલ કોલેજ સામે ટ્રક હડફેટે અજાણ્યા ઇસમનું મોત:વાલી વારસની શોધખોળ

મોરબી-રાજકોટ હાઇવે રોડ ફરી રક્તરંજીત થયો છે, જેમાં નવી બનતી મેડિકલ કોલેજ સામે રોડની સાઈડમાં ચાલીને જઈ રહેલ અજાણ્યા ઇસમનું ટ્રક કન્ટેઈનરની ઠોકરે સારવાર દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ટ્રક કન્ટેઇનર ચાલકની અટક કરી તેની વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, ગઈકાલ તા.૦૮/૦૩ના રોજ બપોરના અરસામાં મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટ્રક કન્ટેઇનર રજી.નં. જીજે-૩૯-ટી-૧૬૦૩ના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી ચલાવીને આવી નવી બનતી મેડિકલ કોલેજની સામે રોડ સાઈડમાં ચાલીને જઈ રહેલા અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષ ઉંમર ધરાવતા પુરુષને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં અજાણ્યા પુરુષને કમરથી નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક ૧૦૮ મારફત સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા, જ્યાં ચાલુ સારવારમાં અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાની ફરિયાદને આધારે આરોપી ટ્રક કન્ટેઈનરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!