ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે તાજેતરમાં જયંતિભાઈ રાજકોટિયાની નિમણુક કરવામાં આવી છે. ત્યારે આજરોજ મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની બહેનોએ નવનિયુક્ત પ્રમુખની મુલાકાત લઈ જયંતિભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગર તેમજ જિલ્લામાં પ્રમુખોની વરણી કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા પ્રમુખ તરીકે જયંતિભાઈ રાજકોટિયાની નિમણુક કરવામાં આવી છે. ત્યારે આજરોજ મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની બહેનોએ આજે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું સન્માન કર્યું હતું. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, ચેતનાબેન કાસુન્દ્રા, આરતીબેન ચાવડા, જાગૃતિબેન પરમાર, રેખાબેન કૈલા, ચાંદનીબેન સહિતની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ભેટ આપી શુભકામનાઓ પાઠવી હતી.