સાણંદ પોલીસ મથકમાં નોંધાયેલ સીએનજી રીક્ષા ચોરીનો ભેદ ઉકેલતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વીસી ફાટક નજીકથી ચોરાઉ સીએનજી રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ બાતમીને આધારે નંબર પ્લેટ વગરની રીક્ષા લઈને આવતા શખ્સને રોકી રીક્ષાના જરૂરી આધાર પુરાવા માંગતા જે નહિ હોવાનું જણાવતા, પોકેટ કોપ એપ્લિકેશનને આધારે ઉપરોક્ત રીક્ષા અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવ્યા હોવાનું સામે આવતા તુરંત એ ડિવિઝન પોલીસે વાહન ચોર આરોપીને ઝડપી લઈ સાણંદ પોલીસ મથકે જાણ કરવા તજવીજ હાથ ધરી છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે એ.એસ.આઇ સવજીભાઇ દાફડા, એ.એસ.આઇ વિજયદાન ગઢવી, હિતેષભાઇ ચાવડા તથા કોન્સ જયદીપભાઇ ગઢવીને ખાનગીરાહે બાતમી મળેલ કે એક નંબર પ્લેટવગરની શંકાસ્પદ સી.એન.જી રીક્ષા વીશીપરા તરફથી વીસીફાટક તરફ આવતી હોય જેથી ત્યાં વોચમા હોય દરમ્યાન નંબર પ્લેટ વગરની સી.એન.જી રીક્ષા સાથે આરોપી રજાકભાઇ મોવર મળી આવતા તેને ચેક કરતા તેની પાસે સી.એન.જી રીક્ષાના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ રીક્ષા અમદાવાદ જીલ્લાના સાણંદ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીની હોવાનુ જણાતા આરોપી રજાકભાઇ રમજાનભાઇ મોવર ઉવ.૨૬ રહે.મોરબી વીશીપરા માતમચોક પાસે સલીમભાઇના મકાનમાં ભાડે મુળરહે.વાગડીયા ઝાપા પાસે માળીયા(મી)ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.