આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી માયાભાઇ નાગુભાઇ ગોગરા (ઉ.વ. ૫૨ ધંધો ખેતીકામ રહે ગામ બેલા (આમરણ) યદુનંદન સોસાયટી) એ રાજેશ માણસુરભાઇ ખુમલા રહે ગામ બેલા (આમરણ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૪ ના રોજ રાત્રીના આશરે દસેક વાગ્યાના સુમારે આરોપી અગાઉ ત્રણ વર્ષ પહેલા ભગવાનજીભાઇ ગોરધનભાઇ લુહાણાની જમીન વાવતો હતો અને તે ઉપજનો હિસાબ બરાબર રાખતો ન હોય જેથી તેઓએ ફરીયાદીને જમીન વાવવા આપેલી હોય જે આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદીએ ભાગની વાડીએ વાવેલ ભેગા કરેલ ચણાના ઢગલામા આગ લગાડી આશરે નેવુ મણ જેટલા ચણા સળગાવી આશરે રૂ. ૮૦,૦૦૦/- નુ નુકશાન કરી તથા ફરીયાદીના મિત્ર સાહેદ જયસુખભાઇ હરજીભાઇ કાસુન્દ્રાની આઇ ટવેન્ટી કાર નં. જીજે-૩૬-બી-૧૫૭૭ વાળીનો પાછળનો કાચ તોડી તથા બાજુની વાડીવાળા સાહેદ દિલીપભાઇ પીતામ્બરભાઇ કાસુન્દ્રાનુ મોટરસાઇકલ નં. જીજે-૩૬-એન-૨૭૧૨ વાળાનો આગળનો મોરાનો ભાગ તથા આગળનો પંખો તોડી નાંખી નુકશાન કર્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આ કૃત્યને અંજામ આપી નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.