મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને બાતમી મળી કે કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં ટ્રક ગાડીમાં જીવો ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને જામનગર લઈ જવામાં આવી રહયા છે. તે બાતમીના આધારે વોચ ગોઠવી માળીયા નજીક રોકવાનો પ્રયાસ કરતા તે ગાડી ફુલ ઝડપે ભગાડવામાં આવી તે ગાડીને જોડીયા વાલંભા ફાટક રોકાવીને તેમાં ચેક કરતા ભેંસ વર્ગના પાડા ૫૦ નંગ ક્રૂરતા પૂર્વક બાંધેલ નજરે પડ્યા હતા.જે એક આરોપી વિરૂદ્ધ જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. તેમજ ૫૦ જીવોને રાજકોટ પાંજરાપોળ ખાતે મૂકવામા આવ્યા હતા.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને બાતમી મળી કે કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં ટ્રક ગાડીમાં જીવો ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને જામનગર લઈ જવામાં આવી રહયા છે. તેવી બાતમીના આધારે મોરબી અને કચ્છ ગૌરક્ષક વોચ ગોઠવી કચ્છ બાજુથી ગાડી નંબર GJ12AH8645 મુજબ ગાડી આવતા તે ગાડીને માળીયા નજીક રોકવાનો પ્રયાસ કરતા તે ગાડી ફુલ ઝડપે ભગાડવામાં આવી હતી. જેનો પીછો કરીને જોડીયા વાલંભા ફાટક રોકાવીને તેમાં ચેક કરતા ભેંસ વર્ગના પાડા ૫૦ નંગ ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે બાંધેલા હતા. જેમાં પાસ પરપીન્ટ ન હોય જેને પૂછપરછ કરતા જણાવ્યું કે કચ્છ કનૈયા બે બાજુથી ભરેલા હોય અને જામનગર કાલાવડના નાકે કતલ કરવા માટે લઈ જવામાં આવતા હતા. તે ૫૦ જીવોને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને કચ્છ ગૌરક્ષક, મોરબી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સહયોગથી જીવોને બચાવી ૫૦ જીવોને રાજકોટ પાંજરાપોળ ખાતે મૂકવામા આવ્યા છે..જેમાં ગાડી અને એક આરોપીને જોડીયા પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇને વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કે બી બોરીચા મોરબી અને ગૌરક્ષક દળગુજરાત રાજ્યદ્વારા પોલીસ મથકે ફરિયાદી નોંધાવવામાં શ છે. જે રેઇડમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય, કચ્છ ગૌરક્ષક જીવદયા, રાજકોટ ગૌરક્ષક જીવદયા,વિરમગામ ગૌરક્ષક જીવદયા, લીમડી ગૌરક્ષક જીવ દયા, ચોટીલા ગૌરક્ષક જીવદયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.