ગઈકાલે અષાઢ મહિનાની પૂર્ણિમા હતી,આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ જ કારણે આ તિથિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગઈકાલે ગુરુ પૂર્ણિમા નિમિતે વિશ્વ હિંદુ પરિષદ તથા પ્રખંડની ટીમો દ્વારા મોરબી જિલ્લાના વિવિધ મંદિરોમાં પૂજન કરી સાધુ-સંતોનાં આશીર્વાદ મેળવાયા હતા.
ગઈકાલ ગુરૂ પુનમના પાવન અવસર નિમીતે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લાની ટીમ તથા પ્રખંડ ટીમ દ્વારા મોરબી શહેર અને મોરબી ગ્રામ્ય વિસતારના મઠ-મંદિરોમાં સાધુ સંતોના પુજન માટે ગયા હતા. જેમાં રામ મહેલ મંદિર, મચ્છુમાં મંદિર, રાધાકૃષણ મંદિર, નરંસગ ટેકરી મંદિર, સ્વામિનાાયણ મંદિર કંડલા બાયપાસ રોડ, કબિરધામ વાવડી રોડ, નકલંક ધામ બગથળા, baps મંદિર સ્વામિનાાયણ સામાકાંઠે, સંસ્કાર ધામ મંદિર શનાળા રોડ, ઉમીયા આશ્રમ ધામ, ભકિતનગર સર્કલ શનાળા રોડ, તપોવન, ભારતી રોડ ખાતે પુજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય સંપર્ક સહસંયોજક હસમુખભાઈ ગઢવી હાજર રહ્યા હતા. તેમજ વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા આજે ગુરુપૂર્ણિમાનાં દિવસે માતૃશક્તિના બહેનો દ્વારા લીલાપર રોડ પર આવેલા ગિરનારી આશ્રમમાં હંસાગિરિ ગોસ્વામી સાધ્વીજીને તથા પંચાસર પાસે આવેલ રણુજા આશ્રમમાં ગીતા સાધ્વીજીનાં ચરણોમાં વંદન કરી રાષ્ટ્રહિત અને સ્ત્રી શક્તિ જાગરણ વિશે ચર્ચાઓ કરી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃશકિત સહસંયોજીકા હિનાબેન અગ્રાવત હાજર રહયા હતા. રાષ્ટ્રમાં સ્ત્રી શક્તિ જાગરણમાં ક્યાં ક્યાં આધારો પર કાર્ય કરવા જોઇએ એની ચર્ચા વિચારણા કરી એમની પાસે જ્ઞાન મેળવી ધન્યતા અનુભવી હતી.
મોરબી જિલ્લાના હળવદ પ્રખંડ ખાતે પણ ગુરૂપુજનનોકાર્યક્રમ થયો હતો. જેમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર,મહંત શ્રી દિપકદાસજી મહારાજ,હળવદ, શ્રી કંસારિયા હનુમાનજી મંદિર,મહંતશ્રી ધવલગીરી બાપુ, શ્રી સ્વામિનારાયણ મંદિર, રણજીતગઢ ધામ, શ્રી રાતકડી હનુમાનજી મંદિર, મહંતશ્રી ભાનુપ્રસાદ મહારાજ, શ્રી નકલંક ગુરુધામ,શકિતનગર,મહંતશ્રી દલસુખમહારાજ, શ્રી રંગીલા હનુમાનજી ની જગ્યા,મહંતશ્રી પુરષોત્તમપૂરી મહારાજ, શ્રી પ્રભુચરણ આશ્રમ, મહંતશ્રી પ્રભુચરણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિર( જૂનું ટાવર વાળુ) અને શ્રીભક્તીનંદન સ્વામીનું પૂજન કરાયું હતું. જેમાં હળવદ પ્રખંડના કાર્યકર્તાઓ,અને ભાવેશભાઇ ઠક્કર કર્ણાવતી ક્ષેત્ર બજરંગદળ સંયોજક અને સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી સાથે જોડાયેલ હતા