વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી જિલ્લા દ્વારા સેવા સપ્તાહની ઉજવણી નિમિત્તે મોરબીના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજ રોજ સેવા સપ્તાહ અંતર્ગત મોરબીના શ્રી હનુમાન મંદિર, બોરીચાવાસ તથા લીલાપર રોડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનાં કાર્યકર્તાઓએ ભેગા મળી વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે કાર્યકરોએ જામફળ, મીઠો લીમડો જેવા વિવિધ વૃક્ષોનું રોપણ કર્યું હતું