મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા ગુજરાત રાજ્યએ બાતમીને આધારે કચ્છ માળીયા બાજુથી આવતી બોલેરો પિક અપ ગાડીને રોકી તેમાં ચેક કરતા ૧૦ જીવ ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે તેમ બાંધેલા નજરે પડ્યા હતા. જે જામનગર ખાતે કતલખાને લઈ જવામાં આવતા હતા. જેની પાસ કે પરમીટ ન હોવાથી જીવોને મોરબી પાંજરાપોળ ખાતે મૂકી બે આરોપી વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા ગુજરાત રાજ્યને બાતમી મળી કે કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં બોલેરો પીકપ ગાડીમાં બકાલોની ગ્રેટ ગોઠવીને નીચે જીવોને ભરીને કતલ કરવા લઈ જવામા આવે છે. જે માહિતી મળતા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષકે વોચ ગોઠવી કચ્છ માળીયા બાજુથી ગાડી જેના નંબર GJ.12CT6934. બોલેરો પીકપ ગાડી આવતા તે ગાડીને રોકીને તેમાં ચેક કરતા ભેંસ વર્ગના પાડા જીવ ૧૦ ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે બાંધેલા હતા. કોઈ પાસ પરપીન્ટ ન હોય જેને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે કચ્છ કનૈયા બે ગામમાંથી ભરેલા હતા. જામનગર કતલ કરવા માટે લઈ જવામાં આવતા હતા. તે જીવોને મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી જીવોને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગૌરક્ષકો દ્વારા ગાડી અને ૨ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય અને ગૌરક્ષક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામા આવી હતી.
જે રેડને સફળ બનાવવા માટે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ કે બી બોરીચા, બજરંગ દળ મોરબી નગર અધ્યક્ષ ચેતનભાઇ પાટડીયા, પાર્થભાઈ lનેસડિયા ગૌરક્ષક મોરબી અધ્યક્ષ, રામજીભાઈ રબારિ, મનીષભાઈ કંજારીયા, સાગરભાઇ, રાહુલભાઈ, સાવન ભાઈ ગૌ રક્ષક અને લીમડી ગૌરક્ષક જીવ દયા, ચોટીલા ગૌરક્ષક જીવદયા, ધાંગધ્રા ગૌરક્ષક જીવદયા, વિરમગામ ગૌરક્ષક જીવદયા, કચ્છ ગૌરક્ષક જીવદયા, રાજકોટ ગૌરક્ષક જીવદયા ભાઈઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી