Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી, વાંકાનેરમાં આજથી રાત્રિ કરફ્યુ અમલમાં: 325 પોલીસ જવાનો રહેશે તૈનાત

મોરબી, વાંકાનેરમાં આજથી રાત્રિ કરફ્યુ અમલમાં: 325 પોલીસ જવાનો રહેશે તૈનાત

વધતા જતા કોરોના સંક્રમણને પગલે મોરબી અને વાંકાનેર સિટીમાં આજ રાત્રીથી કર્ફ્યું અમલમાં મુકાશે જેના પાલન માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

- Advertisement -
- Advertisement -

કોરોનાના ત્રીજા તબક્કામાં સંક્રમણ બેકાબુ બનતા સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડી આઠ મહાનગર સહિત અનેક શહેરોમાં કોરોના રાત્રી કરફ્યુ લગાવાયો જેમાં મોરબી અને વાંકાનેરનો પણ સમાવેશ કરાયો છે ત્યારે આજે રાત્રીથી કરફ્યુના અમલ માટે પોલીસ દ્વારા બંદોબસ્તમાં ગોઠવાશે જેમાં મોરબી અને વાંકાનેરમાં બંદોબસ્ત માટે એસપી, ડીવાયએસપી સહિતના ૩૨૫ પોલીસ જવાનોનો કાફલો તૈનાત થશે. જ્યારે મોરબી સિટીમાં એસપી, ડીવાયએસપી અને ૨૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં ફરજ પર રહેશે. વાંકાનેર સિટીમાં પી.આઈ, પીએસઆઈ અને ૧૨૫ પોલીસ જવાનો કર્ફ્યુંની અમલવારી માટે મેદાનમાં ઉતરશે તેમ જાહેર થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!