મોરબીના ગ્રીન ચોક ગાંધી બજાર સ્થિત મધવરાયજીના મંદિરની બાજુમાં ભાડેના મકાનમાં રહેતી મહિલા દ્વારા વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરતી હોવાની મળેલ પૂર્વ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમે રહેણાંક મકાને દરોડો પાડી મહિલા આરોપીને વિદેશી દારૂની ૬ નંગ બોટલ તેમજ ૧૫ નંગ બિયરના ટીનના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવી હતી. રાત્રીનો સમય હોવાથી મહિલા આરોપીની અટક કરવામાં આવી ન હતી. જ્યારે વિદેશી દારૂ-બિયરનો જથ્થો આપી જનારનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમીદારોની પાસેથી મળેલ ચોક્કસ બાતમીને આધારે અત્રેની ગાંધી બજાર નજીક માધવરાયજી મંદિરની બાજુમાં ગ્રીન ચોક ખાતે જતિનભાઈ નામના વ્યક્તિના મકાનમાં રેઇડ કરતા ઉપરોક્ત મકાન ભાડે રાખી રહેતા પૂજાબેન દીપકભાઈ મહેન્દ્રભાઈ પરમારના કબ્જા ભોગવટાવાળા મકાનમાં રસોડાના પ્લેટફોર્મના ખાનામાંથી વિદેશી દારૂની ૦૬ બોટલ તેમજ બિયરના ૧૫ ટીન જેની કુલ કિ.રૂ.૩,૯૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે મહિલા આરોપી પૂજાબેન દીપકભાઈ મહેન્દ્રભાઈ પરમાર હાલ ભાડેના મકાનમાં મૂળ રહે. મોરબી-૨ કુળદેવી પાનવાળી શેરી મહેન્દ્રભાઈ બાટલાવાળાની રાત્રીનો સમય હોય જેથી નિયમ અનુસાર મહિલા આરોપીની અટકાયત કરવામાં આવી ન હતી. જ્યારે રેઇડ દરમિયાન સ્થળ ઉપર મહિલા આરોપીને વિદેશી દારૂ-બિયરના જથ્થા અંગેની સઘન પૂછપરછ કરતા આરોપી રાહુલ મોબાઇલ નંબર ૯૯૭૯૦ ૧૪૮૩૪ નામનો વ્યક્તિ આ જથ્થો આપી ગયો હોવાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.