મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે શહેરના મહેન્દ્રનગર નજીક આઈટીઆઈ પાછળ આવેલ રહેણાંકમાં દરોડો પાડ્યો હતો, જે દારોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૪ બોટલ મળી આવતા, પોલીસે આરોપી મહિલાની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, શહેરના મહેન્દ્રનગર નજીક આઈટીઆઈ કોલેજ પાછળ આવેલ રહેણાંક મકાનમાં નીતાબેન ડાભી નામની મહિલા વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે રેઇડ કરતા, મકાનમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૪ બોટલ કિ.રૂ.૩૭૨/-મળી આવી હતી, આ સાથે પોલીસે મહિલા આરોપી નીતાબેન પ્રકાશભાઈ ખેંગારભાઈ ડાભી ઉવ.૩૧ ની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.