મોરબીના વાંકાનેરની દીકરી કે જે સુ.નગર જીલ્લાના દુધરેજ ગામે સાસરે હોય તેને પતિ સહિતના સાસરીયાઓ માનસિક અને શારીરિક દુઃખ ત્રાસ આપતા હોવા અંગે ભોગ બનનાર દ્વારા મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ,વાંકાનેર પંચાસર રોડ ખાતે ખોડિયાર સોસાયટીમાં માવતર ધરાવતી અને દુધરેજ ગામ તા.વઢવાણ સાસરું ધરાવતા કંચનબેન સંજયભાઈ વાઘેલા ઉવ.૩૦ એ મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સંજયભાઈ પરસોત્તમભાઈ વાઘેલા, દિયર ચેતનભાઈ પરસોત્તમભાઈ વાઘેલા તથા સાસુ કાંતાબેન પરસોત્તમભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે કંચનબેનના લગ્ન વર્ષ ૨૦૧૮માં સંજયભાઈ સાથે થયા હતા ત્યારે પાંચ વર્ષના ઘર સંસાર દરમીયાન તેના પતિ તથા સાસુ અને દિયર અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપતા તેમજ શંકા વહેમ કરી મેણાટોણા મારી અવાર નવાર મારકુટ કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરતા હોય જે મુજબ ફરિયાદ નોંધાવી હતી, હાલ મોરબી મહિલા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.