મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે એક મહિલાની હત્યા થયા હોવા મામલે બે મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. જેમાં મૃતક મહિલા દારૂ પીવાની ટેવ વાળી હોય, જેના કારણે અવારનવાર ઘરમાં તોફાન કરતી હતી. આ દરમ્યાન ઘરના મહિલા સભ્ય દ્વારા લાકડી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં તેમજ અન્ય સહઆરોપીએ દોરડું આપતા જેના વડે મહિલાને બાંધી રાખી લાકડીના ઘા મારતા, મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. આ સિવાય અન્ય મહિલાએ મૃતક મહિલાને બાંધેલ દોરડું સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો. હાલ તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે બીએનએસ કલમ ૧૦૩, જીપી એક્ટ તથા એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગત તા.૨૩/૦૮ના સાંજે ૬:૩૦ વાગ્યે રફાળેશ્વર ગામે ફરીયાદી કાંતાબેન ગાંડુભાઈ સોલંકી ઉવ.૭૫ રહે. રફાળેશ્વર, આંબેડકર હોલ વાળા એ આરોપી (૧)હિના લક્ષ્મણભાઈ રાઠોડ રહે. રફાળેશ્ર્વર આંબેડકર હોલ પાછળ તા.જી.મોરબી, (૨)મનોજ ઉફે મયુર રમેશભાઈ રાઠોડ રહે.પાનેલી નવા પ્લોટમાં તા.જી.મોરબી (૩)હુસૈનભાઈ ફીરોજભાઈ જુણેજા રહે. રફાળેશ્ર્વર આંબેડકરહોલ પાછળ તા.જી.મોરબી તથા (૪)નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે. ઘનશ્યામપુર તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદીની દિકરી લક્ષ્મી અવારનવાર દારૂ પીધેલી હાલતમાં ઘરમાં તોફાન કરતી હતી. અને દારૂ પી અવારનવાર માથાકુટ કરતી હોય જેથી ત્રાસી જઈને આરોપી નં.(૧)હિનાએ લાકડી વડે માથાના ભાગે તથા શરીરે માર મારી જીવલેણ ઈજાઓ કરેલ હોય તેમ છતા ફરીશ્રીની દિકરી લક્ષ્મી તોફાન કરતી હોય જેથી તેને બાંધવા માટે આરોપી મયુરે દોરડુ આપતા, આરોપી હિનાએ તથા આરોપી હુસૈને લક્ષ્મીને ખાટલામા સુવડાવી દોરડાથી બાંધી દિધેલ અને જ્યારે બીજીબાજુ બનાવમાં ઉપયોગ કરેલ દોરડુ આરોપી નર્મદાએ સળગાવી નાખી પુરાવાનો નાશ કરી એકબીજાની મદદ કરતા લક્ષ્મી મૃત્યુ પામી હતી, ત્યારે સમગ્ર બનાવ હત્યામાં પલટાતા તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યા તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.