મોરબી તાલુકાના નીચીમાંડલ ગામની સીમમાં આવેલી લોમેન્ટો પોલીપેક કંપનીના લેબર કોલોનીમાં રહેતા મૂળ રાજસ્થાન રાજ્યના ઉદેપુર જીલ્લાના મગરા ગામના વતની ૩૦ વર્ષીય સમરત સોમાભાઈ ભગોરા ગઈ તા.૩૦/૦૮ના રોજ તેમની પત્ની સાથે ફોન ઉપર વાત કરતો હોય તે દરમિયાન પત્ની સાથે બોલાચાલી થતા જે બાબતનું લાગી આવ્યું હતું, જે બાદ સમરતભાઈએ કંપનીમાં પાડેલ ઘાસ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં બે દિવસની ટૂંકી સારવારમાં સમરતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે