મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં આવેલી નેલશન લેમીનેટ કંપનીના લેબર ક્વાર્ટરના પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાયેલ ૨૦ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા સાદુળકા ગામની સીમમાં આવેલી નેલશન લેમીનેટ કંપનીના લેબર ક્વાર્ટરમાં ગઈકાલ તા.૧૮/૦૨ના રોજ રાત્રે કોઈપણ સમયે મૃતક શિવમ ધર્મેન્દ્રભાઈ ગુપ્તા ઉવ.૨૬ લેબર ક્વાર્ટરના પ્રથમ માળે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે નીચે પડી જતા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.









